સિંગતેલ ઓનલાઈન ખરીદો — 5 લિટર અને 15 કિલો ડબ્બો
એક જ ઘાણી, એક જ ખેતર, એક જ બેચ. જામનગરના એગ્રો ઝોન VI માંથી કાઠિયાવાડી G20 સીંગદાણા, અલિયાબાડામાં લાકડાની ઘાણી પર 35°C ની નીચે દબાવેલા. અનફિલ્ટર્ડ, અનરિફાઈન્ડ, બેચ નંબર સાથે.
વારંવાર પુછાતા પ્રશ્નો
પહેલી વાર લાકડી ઘાણી તેલ વાપરતા હો તો 5 લિટરથી શરૂ કરો — સુગંધ અને કાંપ બંને રિફાઈન્ડ તેલથી અલગ લાગશે, એટલે પહેલાં ચાખી લેવું સારું. ચાર જણના ઘરમાં 5 લિટર લગભગ એક મહિનો ચાલે. જો પહેલેથી ખબર હોય કે ફાવે છે, તો 15 કિલોનો ડબ્બો લિટરદીઠ ઘણો સસ્તો પડે — લગભગ 82 દિવસ ચાલે.
બજારમાં 15 કિલોનો એક્સપેલર ડબ્બો આશરે ₹3,000 નો મળે, ભૂરસ ₹4,399. ડબ્બામાં લગભગ 247 ટંક રસોઈ થાય, એટલે ટંકે માંડ ₹6 નો ફરક પડે. એ ₹6 એટલે તેલ ક્યારેય 35°C થી ઉપર ગયું નથી અને એને હેક્સેન કે બ્લીચિંગ માટી અડી નથી.
ઓર્ડર 24–48 કલાકમાં રવાના થાય અને સામાન્ય રીતે 5–7 કામકાજના દિવસમાં પહોંચી જાય. આખા ભારતમાં મફત ડિલિવરી. જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા — બધે મોકલીએ છીએ. કેશ ઓન ડિલિવરી પણ ઉપલબ્ધ છે.
ઘાણીની તારીખથી 9 મહિના. કોઈ પ્રિઝર્વેટિવ નથી એટલે એટલું જ. ડબ્બો ચુસ્ત બંધ રાખો, ઠંડી સૂકી જગ્યાએ, તડકાથી દૂર.

